પ્રણય પ્રીતની વાવણી હોય છે
વહે જે સતત લાગણી હોય છે
સવાલો કરો ના કુશંકા કેરાં
પ્રણયમાં કદી માપણી હોય છે?
ગગનનાં સિતારા ચમકતા રહે
લઈ આગ ક્યાં તાપણી હોય છે?
નથી શક્યતા એક વર્તુળની પણ
એ ભોંકાંતી તીણી અણી હોય છે,
એવા હું બધાં ગીત ગાતી હતી
મને કોંયલે ગણ ગણી હોય છે
પૂર્ણિમા ભટ્ટ "તૃષા"
No comments:
Post a Comment