Tuesday, 18 April 2017

ગઝલ

હોય છે....
નિરાશા સતત હોય છે સાથમાં,
રખોપાં લે, કરવા ધણી હોય છે.

ન તલવાર, છૂરો, શબદની રમત,
સરંજામ  ના, છાવણી હોય છે.

ન વસંત છતાં, મ્હોરતાં ફૂલડાં,
ન કો, ઋત એ ફાગણી હોય છે.

પ્રયાસો નિરંતર કરે તે ચરે,
ખુદા ની કને ચારણી હોય છે.

નવાબો, ગરાસો, મુલક ની વજહ,
ઝંખના ને ક્યાં માંગણી હોય છે?

હતાશા, ગરજ, ક્રુ,તા ને વ્યથા,
સગાં માં સદા માપણી હોય છે.

     ડો જિજ્ઞાસા છાયા ઓઝા

No comments:

Post a Comment