અવરોધો ને વિકાસ સમજે છે,
પીંજર ને સૌ આકાશ સમજે છે.
નાક વાટે લે છે સૌ થોડી હવા,
ને બિચારા ઍને જ શ્વાસ સમજે છે.
અજબ આ દુનિયાના લોકો પણ,
જે પ્રાપ્ય નથી ઍને જ ખાસ સમજે છે.
મારી લાગણીઑ જો ભુખી હોય તો,
ઍ સમયસર બધાંની પ્યાસ સમજે છે.
ઍ લોકો જ મેલા થઈ ગયા 'દિપક',
જે ધુતારા બદનને લીબાસ સમજે છે.
- દિપક ઠાકર
No comments:
Post a Comment