*|| કર્મ ||*
*(ગઝલ)*
શું મોક્ષની માળા જપું હું જાપ હરદમ કર્મ છે
જો ના જપું હું જાપને તો પણ નિરંતર કર્મ છે
શું હું કરું મુજ મોક્ષ માટે કર્મ કોઇ ના કરું
જો કર્મથી ભાગી ફરું તો ભાગવું પણ કર્મ છે
કર્મો ઉપર શું ચુસ્ત નજરો રાખવી નિજ મોત લગ
નજરો થકી થઇ ચોકદારી શું કરું સબ કર્મ છે
કર્મે ક્રમે જન્મો ગમે કે ના ગમે લેવા પડે
હરદમ તજું શું ઝીંદગીને એક ના હદ કર્મ છે
સંન્યાસ શરણે શું જવું અસ્તિત્વ કાયમ સાથમાં
ક્યા એકલા જાવું મને આખર અનંત હદ કર્મ છે
ત્યાગી હવે સબ ખોજને કર મોજ પુતળા ચર્મના
ત્યાગવું કે ખોજવું કે મોજ એ પણ કર્મ છે
- *કવિ ધાર્મિકભા ગઢવી*
No comments:
Post a Comment