Sunday, 9 April 2017

ગઝલ

કોણ જાણે ક્યાં સુધી,કેવું અનુસંધાન છે ?
શ્વાસ નામે વારતાનું એજ કોરું પાન છે

જાગવા કે ઝૂરવાની વાત અડધી મેલ તું;
જો અહીં તોં ઉંધનુંયે આગવું વેરાન છે.

સામસામે એય ઉભા લાગણીના કાફલા
આદમીની આંખ છે કે યુંધ્ધનું મેદાન છે.?

જાત સાથે જંગ ખેલ્યા બાદની હળવાશને,
એકલા જીવ્યે જવાનું આખરી ફરમાન છે.

આ તરફ'નારાજ'આખ્ખું આયખું બેબાકળું,
એ તરફથી એય એની જાતથી  બેધ્યાન છે

-ચંદ્રેશ મકવાણા.

No comments:

Post a Comment