Sunday, 9 April 2017

ગઝલ

[4/6, 7:42 AM] ‪+91 93282 19404‬: ડાંગર રોપી વાઢી  ઝૂડી
મહેનત સાથે ડૂબી મૂડી

ફૂગ્ગા ગ્યો  વંટોળ ઉડાડી
વેચાઈ નઈ એક પીપુડી

નાક કાન તો હતા જ બુચા
ચુથી ચામડી લઇ ગ્યો  ચૂડી

ઝૂપડીઓમાં ઝગડ્યા ઝંડા
ધાબેથી જ્યાં પતંગ ઉડી

કટકે કટકે માર્યા કરતા
મેલ માથુને ચલાવ સૂડી

સિસકારા લઈ શું શોધે છે
મૂકી ચૂલામાં મ્હો  સંતુડી ?ય

ચંદ્રેશ મકવાણા "નારાજ"

ડાંગર રોપી વાઢી  ઝૂડી
મહેનત સાથે ડૂબી મૂડી

ફૂગ્ગા ગ્યો  વંટોળ ઉડાડી
વેચાઈ નઈ એક પીપુડી

નાક કાન તો હતા જ બુચા
ચુથી ચામડી લઇ ગ્યો  ચૂડી

ઝૂપડીઓમાં ઝગડ્યા ઝંડા
ધાબેથી જ્યાં પતંગ ઉડી

કટકે કટકે માર્યા કરતા
મેલ માથુને ચલાવ સૂડી

સિસકારા લઈ શું શોધે છે
મૂકી ચૂલામાં મ્હો  સંતુડી ?

ચંદ્રેશ મકવાણા "નારાજ"

No comments:

Post a Comment