Sunday, 9 April 2017

ગઝલ

કવિ શ્રી નયન દેસાઈ સાહેબની
     *ભૌમિતિક ગઝલ

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું,
હરક્ષણે કંપાસનીતીણી અણી ભોંકાય છે.

ચાલ, સંબંધોનું કોઇ કોણ માપક શોધીએ,
હ્લદયને કેટલાયઅંશો સુધી છેદાય છે.

આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે,
ને પછી એ મોતના  બિંદુ સુધી લંબાય છે.

બે સમાંતર રેખાની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે !!

કવિ શ્રી નયન દેસાઈ

No comments:

Post a Comment