Tuesday, 25 April 2017

ગઝલ

દુનિયા મહીં ચાહો કશું તો વાટ ને પકડો,
ફોરમ ચહો ચોપાસ તો આ બાગ ને પકડો.

જીવન સરોકારી મમતની, દોસ્ત અજવાળું,
સંબંધમાં લીલાશ ઈચ્છો, તાગ ને પકડો.

સંવેદના ધબકે, સલામત કાફલો, સાથી,
દિલ લાગણી વાંછે, પ્રિતી ના ઠાઠ ને પકડો.

ભગવાન છે, ક્યાં મંદિરોમાં? છે ગરીબો દિલ,
દુઃખો મિટાવો રંક ના, ના ઘાટ ને પકડો.

ભટક્યા કરો સંપત્તિ પાછળ, બેરહેમી થી,
ચાહો તરોતાજા સફર, સંવાદ ને પકડો.

                  ડો જિજ્ઞાસા છાયા ઓઝા

No comments:

Post a Comment