Tuesday, 25 April 2017

ગઝલ

જિંદગીનો કિનારો લાવ જોઈએ,
ભાગ્ય તારો સહારો લાવ જોઈએ.

રોજ પીડા ધરે છે દિલથી હરજાઈ,
એ સનમનાં પ્રહારો લાવ જોઈએ.

માંગણી એ કરે છે શ્વાસનાં રૂપે ,
જીવતરનો ઘસારો લાવ જોઈએ.

એ ખુદા વાત કરશે રૂબરૂ આવી,
આંખમાં એ નજારો લાવ જોઈએ.

કેમ વેરાન છે આ બાગ ભીતરનો!
પુષ્પ વાવી બહારો લાવ જોઈએ.

જિંદગીને વર્યો છું હું ખુમારીથી,
મોત થોડો ઠઠારો લાવ જોઈએ.

શું નિરાશા લઈ 'આભાસ' બેઠો તું
એક તાજો તિખારો લાવ જોઈએ.

-આભાસ

No comments:

Post a Comment