ગઝલ
પેટ દીધું છે, ભરણ પણ હશે,
હાંફતા રણમાં, ઝરણ પણ હશે.
પંચવટી આકાર લે ભીતરે,
કૂદતું કો ત્યાં હરણ પણ હશે.
એક બાજી ગોઠવી, આખરી,
દાવ રમવાને મરણ પણ હશે.
કોઈ શિશુ માતથી દૂર , ત્યાં,
વેદનાગ્રસ્ત કરણ , પણ હશે.
પરસથી શિલા,અહલ્યા જો બને,
રામના ચરણે ,શરણ પણ હશે.
***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
No comments:
Post a Comment