Monday, 17 April 2017

ગઝલ

નયનમાં અમારા તમારા વિના,
વગર ચોમાસે શ્રાવણી હોય છે.

નહીંતર ન જ પડે ગાલે ખંજન,
સજનવાએ ચુંટી ખણી હોય છે.

અતીરેક હોય ઇચ્છાઓનો કેવો!
બધી એટલે વાંઝણી હોય છે.

નિરખવા નયન હોય છે આતુર,
તમે આવો તો વાવણી હોય છે.

નકર ના કરે આટલી ફિકર એ,
બહેન ખરેખર મા જણી હોય છે.

ગણો છો જેને પારકાં તોય તે,
ખરાં સમય  પર,આપણા હોય છે.

લડે છે સરહદે,ફ્નાં થાય છે,
એની મંજિલ તો છાવણી હોય છે.

@નટવર ટાંક  જૂનાગઢ.

No comments:

Post a Comment