Monday, 17 April 2017

ગઝલ

લાવ તું...
ઉત્સાહ ની ચપટી ભરી, આનંદ ગજવે લાવ તું,
કંટક તજી બાગો તણા, ફૂલો ને ગજરે લાવ તું.

લોકો ભલે બાજી રમે, ના સોગઠાં તું મારજે,
આપત્તિ માંપડખે રહી, સદભાગ્ય મજરે લાવ તું.

કોટે ગરથ ની પોટલી બાંધી ફરો ના તાન માં,
ટીલાં નહીં, ટપકાં નહીં, સાદાઇ ભગવે લાવ તું.

લાલાશ લૈ ગુલમ્હોરની, પીળાશ ગરમાળાની લૈ,
કલશોર ચોરી કોકિલાનો, રંગ વગડે લાવ તું.

આકાશને ધરતીનું વળગણ આ ક્ષિતિજ પર સોહતું
સંધ્યામઢી એ લાલિમા, સાજન લે શમણે લાવ તું.

                      ડો. જિજ્ઞાસા છાયા ઓઝા

No comments:

Post a Comment