🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
આજ તમારું સ્વાગત કરવા હું ઉભો છું,
'આવો ડોલીમાં બેસી' કહેવા હું ઉભો છું.
ટમટમ થાય તારલા હું કેમ ગણી શકું,
નીરખીને ચહેરો હસવા હું ઉભો છું.
છે પ્રેમ લાગણીઓ તમારી કને અપાર,
બસ, એક આચમની ભરવા હું ઉભો છું.
સાત સાત ભવનું બુકિંગ ભલે થઈ ગયું,
આઠમી અજાયબી બનવા હું ઉભો છું.
હું મૌનમાં બધું કહી શકતો નથી,
"અઝીઝ" પલપલ મહેકવા હું ઉભો છું.
ભાટી એન. "અઝીઝ"
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀👆
No comments:
Post a Comment