Wednesday, 5 April 2017

ગઝલ

ઍક કાળી રાત ની હત્યા કરી,
સુરજ કેવો નીકળ્યો છે બીન્દાસ...જો.

તમરાં નું મધુર સંગીત છીનવાયુ,
હવે તો કાબરો નો નર્યો બકવાસ...જો.

શબ્દો બધાં મુર્છીત થયા છે સામટાં,
ગઈ રાતે ઊંઘ નો હતો ઉપવાસ...જો.

મ્રુત્યુ ઍટલે સમાપ્તી ઍવું ધારે છે?,
ઍક લાશ પર થાય કેટલો કંકાશ...જો.

ઉગવુ જો હોય તો માત્ર હિંમત જરૂરી,
પત્થરોની વચ્ચે ઉગ્યું છે ઘાસ...જો.

-દિપક ઠાકર

No comments:

Post a Comment