આંખો કહે છે મારા હૈયાની વાત,
છતાં આંખોમાં ગામ અટવાતું
જોજો વીતી ન જાય મોંઘી આ મોસમ,
કોઈ તરસ્યાનું તરસ્યુ ચોમાસુ.
આંખો કહે છે.....
કૂવો પણ તરસ્યો છે જાણીને
લાગે છે તમને શી મોટી નવાઈ?
પાણીમાં તરફડતી તરવાની આશાએ
કૂવામાં ડૂબકી લગાઇ
એને પણ કોડ હોય કાંઠા ભીંજાય,
જેનું સોળે છલકતું છે આયખું.
આંખો કહે છે.....
કૂવા કિનારે કેવું શરમાતું બેઠું જેણે
ઝાંઝરીના ખનકારો પીધા,
રણઝણતી ચુડીના સાથે રણઝણવા,
એણે કાંઠા પર કાપાઓ કીધા,
ફૂલોસો સુંવાળો હાથ ક્યાંક છોલાયો,
ત્યાં એ દોરડાનું હૈયું વીંધાતુ.
આંખો કહે છે.....
હાર્દિક પંડ્યા 'હાર્દ'
No comments:
Post a Comment