આજે ધરતી દિન છે, ખબર છે?
થાકી ગઈ છે જો ધરા, થાતી નથી વેદના?
હાંફી રહી છે જો ધરા, થાતી નથી વેદના?
રોજ સતત એની ઉપર, કચરા તણાં ઢગ થતાં,
સૌંદર્ય એનું રોળતાં, થાતી નથી વેદના?
તરુવર હણ્યાં ક્રૂરતા થી, યમસદન મોકલ્યા,
સ્તર ધગધગે એનું, થાતી નથી વેદના?
ઓઝોન પડ માં ગાબડું મોટું થતું જાય છે,
લૂ થી ત્રસ્ત મૂંગા પંખી, થાતી નથી વેદના?
લીલાશ લૂંટે તું, વ્યથા લાગે સદા જીવ ને,
વર્ષા થતી જાય લુપ્ત, થાતી નથી વેદના?
વા, વારિ ને વસુધા ઉદ્યોગો થી પ્રદૂષિત થયાં,
આબાલવૃદ્ઘ ટળવળે, થાતી નથી વેદના?
ડો જિજ્ઞાસા છાયા ઓઝા
No comments:
Post a Comment