Sunday, 21 May 2017

ગઝલ

કવિના દિલની યાદે સમજાઈ જાય છે ગઝલ.
ચો-તરફી નોખી વાતે હરખાઈ જાય છે ગઝલ.

સંવેદના સઘળીયે સમજાવવાની મથામણમાં
વિચારો સહુના દિલે વહેંચાઈ જાય છે ગઝલ,

ફના થઈ સાહિત્યથી છાંટોય દર્દ ના ચર્ચાય
શાયરી લખી કાગળે પરખાઈ જાય છે ગઝલ,

કાવ્યમાં  ઝાકળ બાઝ્યાની ઘટના  મન પર
અથડાયા કરે છે છતા વંચાઈ જાય છે ગઝલ,

સૂરજના આગમનની ચર્ચા ફૂલોને કર્યા કરું
''રુહાના'' કાવ્યોમાં જોડાઈ જાય છે ગઝલ.

           ..Artisoni રુહાના..

No comments:

Post a Comment