મનહંસને ચરવો છે મોતીનો ચારો,
રિવાજોની આંખો જોને આપે છે ડારો
આ ખોળિયા માં ધબકંતા હ્રુદિયાને
રાતદિન,થાતો અકળ મૂંઝારો....
ભીંજાવાનો તોય ના આવે વારો.....
કેવી આ દુનિયા ને કેવો આ ધારો,
ક્યાં જઈને ખોલું શમણાંનો પટારો?
કોરી ધાકોર મારી આંખેથી વરસે
મારા સૂના કપાળનો બફારો....
ભીંજાવાનો તોય ના આવે વારો.....
આંચકી પાંચીકા દૈ પ્રેમનો સહારો,
આ લાગણીનો વધાર્યો ધખારો
ચૂડી વિહોણાં કાંડાથી સહેવાય
ના, નજરુંના બાણ કેરો મારો.....
ભીંજાવાનો તોય ના આવે વારો.....
Jignasa
No comments:
Post a Comment