Monday, 22 May 2017

ગઝલ

ભાન

માણસો સૌ ભાનમાં છે?
ના, હવે સૌ બાનમાં છે!

વાત કાં આ લીક ના થૈ?
શું હજું તે કાનમાં છે?

આજ પંખી મૌન કાં છે?
માણસો સૌ ગાનમાં છે?

તે કરે કાળાનું ધોળું,
શક્તિ એવી દાનમાં છે!

નૈ બચે એકેય પંખી,
માણસો સૌ રાનમાં છે!

રાજ ચાલે વાસુકીનું,
વાસ એનો થાનમાં છે!

ઓ સલિલ કાં ભાન ભૂલો?
તુજ વિના સૌ તાનમાં છે!

મણિલાલ જે. વણકર સલિલ

No comments:

Post a Comment