Monday, 22 May 2017

અછાંદસ

આ પૂરેપૂરું મળશે નહિ ને અધૂરું અમને ખપશે નહિ
હોય ભલેને દુઃખ આમ કટકે કટકે જામશે નહિ.
તારું મારુ ક્યાં સુધી કરવાનું ?
આ સહિયારા જેવું બીજું સુખ નહિ.
એક તો રસ્તો લાંબો ને એકલા પંડે
આવજો હો , ચાલવું જરા ફાવશે નહિ.
ટપક ટપક નહિ ધોધમાર વરસજો
આ આંખે ચોમાસુ જરા ગમશે નહિ.
ઉગી ગયા સમજો શમણાં બધાજ
આમ સંગાથે જરા જરા ભીંજાશો નહિ.
આ સૃષ્ટિ "નીલ"ની છો તમે બેશક
સોળેકળાએ ખીલજો , હવે આજ કાલ  આજ કાલ કરશો નહિ.
     રચના: નિલેશ બગથરીયા
              " નીલ"

No comments:

Post a Comment