જિંદગીમાં એટલે હું બસ મજા કરતો રહ્યો,
જે મળ્યાં એના હૃદયમાં હું જગા કરતો રહ્યો.
હોય તારા જિગરના કે હોય મારા જિગરના,
હર જખમની હર દરદની બસ દવા કરતો રહ્યો.
આ જમાનો તાગશે શું દિલની ઊંડાઈ ભલા ?
પ્રણયપંથી જે મળ્યાં મારી કથા કરતો રહ્યો.
આગ મારા જિગરની તારા જિગરમાં પણ બળે,
એક ચિનગારી પ્રણયની છે, હવા કરતો રહ્યો.
જગત સામે જાતને મેં ભોળવી નાખી "જયલા"
હું અનોખી રીતથી કાયમ મજા કરતો રહ્યો.
@@@ જયલા
No comments:
Post a Comment