Tuesday, 30 May 2017

ગઝલ

ફુલ સુગંધી ફલક આપો મને
જેવો હો મારો મલક આપો મને

મોરપીંછુ આભમાં ફરકી રહે
સાત રંગોની ઝલક આપો મને

વિશ્વ આપી દો ભલે એને તમે
ચાહવાનો એક હક આપો મને

સ્વર્ગ ના માંગુ ન માંગુ હું હરી
માંગુ હું તો એક તક આપો મને

સાદ નરવો ગાઉં ભક્તિ ગીત હું
આરઝુ છે એ હલક આપો મને

યુદ્ધમાંથી જીવતો જો નીકળું                 
ચાહવાની એ લલક આપો મને

એક રંગે સપ્તરંગી થાઉં હું
સૂર્ય ટીપાંની છલક આપો મને

-સરલા સુતરિયા

No comments:

Post a Comment