આંખમા એવી ચમક આપો મને
ચોતરફ તારી ઝલક આપો મને
પગ તમારા ધોવુ હું કેવટ બની
મન મહીં એ નેક શક આપો મને
હું ફરીથી થઇશ સાબિત માનજો
એક બસ એ એક તક આપો મને
ખોખલી તારીફનો સંબંધ બસ
વાંક પણ કૌ એમ હક આપો મને
હું ય મીરાં જેમ પી શકુ છુ બધું
એમ રાણા જેમ વખ આપો મને
"રોશન" કિરણ જોગીદાસ
No comments:
Post a Comment