*તમને*
યાદોના ભીના રણમાં યાદ
બની શોધું છું તમને.
નદીના વિશાળ પટમાં વીરડી
બની ઝંખું છું તમને.
આકાશે ચમકતા તારલામાં,
આંખ બની નિહાળું છું તમને.
વસંતે કૂજતી કોયલમાં, ટહુકાર
બની બોલવું છું તમને.
આંબાની મીઠી મંજરીમાં,
મહેંક બની શોધું છું તમને.
સ્વજન વૃંદમા દૃષ્ટિ ભેળવી
ગોતું છું તમને.
-રઘુવીર પટેલ "જિગર"
દિયોલી હાઇ,ઇડર
No comments:
Post a Comment