Tuesday, 30 May 2017

ભાવગીત

એવો રૂદિયો રડે છે મારો રે
કહો ને પ્રભુજી શું છે વાંક મારો રે
          એવો રૂદિયો રડે છે મારો રે

એક સાંધુ ત્યાં તેર તુટે છે
આવે નહીં ક્યાંય મારો આરો રે
         એવો રૂદિયો રડે છે મારો રે

પહેલા તરસ જગાવો
પછી ઝાંઝવા કાં બતાવો રે
          એવો રૂદિયો રડે છે મારો રે

જિંદગી જીવવા જન્મ આપી
પછી કાં આપો વેદનાનો ભારો રે
          એવો રૂદિયો રડે છે મારો રે

જીવવું ગમતું હોય જેને
એનો કાં વ્હેલો લ્યો છો વારો રે
          એવો રૂદિયો રડે છે મારો રે

મોત માંગતા હોય એને
પ્રભુજી કાં ઝાઝું  જીવાડો રે
          એવો રૂદિયો રડે છે મારો રે

સુખ દેખાય સતીષ'ને ક્ષણિક
ત્યાં પ્રભુજી તમે પાછું કાં વારો રે
          એવો રૂદિયો રડે છે મારો રે

                       - સતીષ સખીયા

No comments:

Post a Comment