Tuesday, 30 May 2017

गीत

તડકાનું ગીત

તડકો પીવાનું થોડું રાખો. આ તડકો પીવાનું તો રાખો
રે સખી, થોડું થોડું તો મારું માનો!
ચારેકોર તડતડ કરતાં વેરાય છે ફોરાં,
ને સખી, ક્યારનોય જોઉં છું તમને હું કોરા!
ભીતરની કાળઝાળ ગરમીમાં મારું તો માનો. 
રે સખી, થોડું થોડું તો મારું માનો!

મારું રોમ રોમ પીવે છે તડકો ને હૈયું મલકાય,
ત્યાં તડકો થઈ જાય રામ જ્યાં મારામાં ગુલમોર મલકાય,
થોડો રાધાની જેમ થોડો ગોપીની જેમ
રે સખી, થોડો શ્યામની જેમ તમે ચાખો...
રે સખી, થોડું થોડું તો મારું માનો! 

પંખીએ પાંખમાં રાખ્યો  ને ખેતરમાં નાખ્યો
ઢગલો થઈને પડ્યા ઢેફાં ની જેમ,
રે સખી, થોડો સ્પર્શીને માન તો રાખો.
રે સખી, થોડું થોડું તો મારું માનો!
-પરમ પાલનપુરી

(મંથન સાહેબ દ્વારા થયેલ સુધારા સાથેનું ગીત)

No comments:

Post a Comment