( શ્રી ભાવેશભાઈ એ દશૉવેલ સુધારા સાથેની રચના )
" સંસારના
કરોળિયાનાં
જાળા જેમ
તાણાવાણામાં
ગૂંથાયેલ જીવ
આશકિત છોડી શકે તો ચાલ
સંબંધોના આંચળાને ઉતારીને ચાલ
હોય તે સ્વીકારીને ચાલ
લાગણીના
મૂળથી નીકળતા
થડ ડાળ ડાળખી પાન સુધી
પહોંચતા પ઼વાહ સમ
ભળી વળી જડીને
પાછો ફરી શકે તો ચાલ
ઈચ્છાઓની
ઊંચી ઊંચી કલરફૂલ
ચણાયેલી ઇમારત
તેની એકઅેક ઈંટ ઉખેડીને
ચાલી શકે તો
ચાલ સાથે કદમતાલ
હોય જ્યાં અવકાશ
ચકમક તણખે
પાથરી શકાય પ્રકાશ......."
રક્ષા જોષી..'દિપ'
No comments:
Post a Comment