Tuesday, 30 May 2017

गीत

પીયુનો વિરહ સતાવે સાહેલડી ..પીયુનો વિરહ સતાવે ,
નીકળી પડી'તી હું તો વનરાવનમાં ,
ને વિજોગણ ને કોઈ સંભારે ...,
ખળખળ વેહ્તું આ જમુનાનું જળ જો ને...
કુમુદિની હો નૈયણા નચાવે...
                                      પીયુનો વિરહ સતાવે...

રાતલડી નાચી મારા હૈયાના દ્વાર પર ,
ને વીણાનાં તાર કોઈ જગાડે...
શોધતા આવે મને સુર સખીરી...
ને શમણાના નાચ કોઈ નચાવે...
                                       પીયુનો વિરહ સતાવે....

વીટળાઈ છે, મારી આશાની વેલ ,
ને અનિલ હો ઝોલા ખવડાવે..
હિંચ્યો છે પ્રીતમ તને હેતના હિંડોળે..
તુ કેમ મને વાયદા બતાવે ?
                                          પીયુનો વિરહ સતાવે...

વેણુના નાદ હવે ટહુક્યા છે મોરમાં..
ને ગોપીના ગોરસ છલકાયા.
ઢોળાઈ છે મારા ઉરની કટોરી
ને હૈયામાં મોરલી  છે વાગી....

હૈયાનાં દીપ જેવો પ્રગટી રે તેજ જેવો,
મારી પ્રેમજ્યોત ને પ્રગટાવી....
                                         પીયુનો વિરહ સતાવે....

અસ્મિતા

No comments:

Post a Comment