Wednesday, 24 May 2017

ગઝલ

સર ઉપર સદમા ઉઠાવો મીતના,
ભાવ જે  રાખે  હમેશા  હીતના.

તેમના કાજે ગઝલ લખતા રહો ,
પ્રેમ  ભાવે  લય મઢી સંગીતના .

જેમને મળવા હ્રદય ઝંખે મગર,
દુરથી  આપે  ઇશારા પ્રિતના.

બોલ મીઠા લાગણી ભાવે ભરી,
ભેદવાને  સાત  કોઠા જીતના.

આરજુ જાગી સનમ ને ચાહવા,
પણ નડે ધારા રસમની રીતના.

ઓરતા મનના અધુરા સાલતા,
ઘાવ જેલો  વાગતા મન મીતના.

ભૂતકાળે સાચવ્યા માસૂમ જતન,
એક પળમાં સુર બદલે ગીતના.

                માસૂમ મોડાસવી

No comments:

Post a Comment