છે અમીરી આજ તો પણ કાલની દરકાર છે,
ને ફકીરી તો અમારો અંગત તહેવાર છે!
સદકરમની ગાગરી, સેવા ભરેલી હેલ આ,
એક પણ ટીપું પડે ના, સમજ બેડો પાર છે!
પ્રેમ માંગ્યો ના મળે, એ પ્રેમથી પામો તમે,
આ અપેક્ષાઓ બધીએ સાવ બૂઠ્ઠી ધાર છે!
હર પલે તું સાથ, પારાવાર છે તારી દયા,
તો પછી કર ને કરમ! છો આગની એ ધાર છે!
જીંદગીના બાગમાં સોડમ ભરી છે જીવડા,
સુંઘતાં ના આવડે એ જીવવું તો ખાર છે! !
ધીરતાથી તું ખમી ખા ને જીવી જા માનવી,
આકરો પથ પાર પામે, હારવાને વાર છે!
વાગતા પડઘમ દિશામાં, જોગટાની હાંક આ!
વાદળો ગડગડ કરે, વાગી ઉઠ્યા આ તાર છે!
દેવ તો ચોમેર છે, નીષ્કામ થૈ તું સાદ કર,
ચેતનાનો આગવો ભાવે ભર્યો વેવાર છે!
-------------હેમા ઠક્કર "મસ્ત "------------23-5-2017
No comments:
Post a Comment