*હઝલ*
કલમને ખબર છે ક્યાં જઈ અટકવાનું છે,
અણીએ તો બસ અણધાર્યું બટકવાનું છે.
દેખી ફોટા ફેસબુકમાં સુંદરીઓના,
વાંદરાંની જેમ જ ખાલી મટકવાનું છે.
વેકેશન પડ્યું તેથી શું ખુશ થયાં દોસ્તો,
રોજની જેમ પાદર જ તો ભટકવાનું છે.
પીપળે ચડો તો પછી પડો મારાં ભાઈ,
કીડીનું કામ જ ગમે ત્યાં ચટકવાનું છે.
કુસ્તી જોઈ ન કરશો બંધ બહેનો આંખો,
પહેલવાનનું કર્મ જ તો પટકવાનું છે.
પ્રેમીની હો કે વ્હેમીની એને તો શું,
કણું તો સૌની આંખોમાં ખટકવાનું છે.
ઉપાડો ન લેશો કવિ થવાનો કોઈ હવે,
આટલું કહી મારે હવે છટકવાનું છે.
- *સંજય બાપોદરિયા 'સંગી'*
*મોરબી*
No comments:
Post a Comment