Tuesday, 23 May 2017

ગઝલ

પ્રેમ નામી આ મુસીબત ટાળવાની વાર છે,
ને ધર્મ મારો અલખનો પાળવાની વાર છે,

છો રહી તકલીફ જીવનમાં, ફિકર તું છોડને!
છે હજી બાકી; એ હિમ્મત હારવાની  વાર છે.

આંગણામાં તું નથી તો, યાદ તારી છે હવે,
આ જ બહુ છે ; સ્વપ્ન મારું તૂટવાની  વાર છે.

છે સતત ઘેરાયલી યાદો ભરેલી વાદળી,
આંખનાં એ આભને કયો, ફાટવાની  વાર છે.

પૂછતાં તો મેં ઘણાં પૂછ્યાં સવાલો છે તને,
એક ઈશારો નયનનો, આપવાની  વાર છે.

રાખ ચાલૂ આ રદીફ ને કાફિયાની ગોઠવણ,
શેર બાકી ને ગઝલ પૂરી  થવાની વાર છે.
               
- ભાવિન દેસાઈ 'અકલ્પિત'

No comments:

Post a Comment