શ્વાસ લઉં છું પણ હજીયે જીવવાની વાર છે
!કંઇક એવું આ જીવનમાં આવવાની વાર છે !
આ જગતમાં, દેશમાં ને શહેરમાં ને ઘર સુધી,
બસ અમે આવી ગયા છીએ, જવાની વાર છે !
ટાકણું, શીણી, હથોડી છે બધું હાજર અહીં,
મુર્તિ કુશળ હાથથી કંડારવાની વાર છે !
આ જગતની મોહમાયામાં એ અટવાઈ ગયાં,
સ્વપ્ન જોતાં હોય એને જાગવાની વાર છે !
એક તારા નામ પર જીવી રહી છું પ્રિયતમ,
ને હજી તારે મને સ્વીકારવાની વાર છે !
- પારુલ વાળા
No comments:
Post a Comment