Thursday, 25 May 2017

ગઝલ

પ્રેમ કરવામાં જેમની કોઈ મસ્તી નથી હોતી
આજે વાત તેમનાં દિલની સસ્તી નથી હોતી

પ્રેમ-પત્રો તમને ભલે લાગતા હોય કાગળ
લાગે કે તે કાંઈ વેચાતી પસ્તી નથી હોતી

એ તો પ્રેમીઓ કરવાના એક-બીજાની ચિંતા
કોઈ બેવફા પાસે તમારી તસ્દી નથી હોતી

એટલી હદે તો તમે ગમી ગયા છો સાયબા
બીજે નજર કરવા આંખો તરસતી નથી હોતી

કવીઓની ફોજ માં તો તુ એવો રંગાયો 'અંદાજ'
તારી રચનાઓ પણ હવે સસ્તી નથી હોતી
                  - ધવલ ભિમાણી 'અંદાજ'

No comments:

Post a Comment