Tuesday, 2 May 2017

અછાંદસ

માઁ ઓ મારી માઁ.......
- ધારાભટ્ટ-યેવલે

રહુ ક્યાંંય પણ આ જગમાં
ઓળખે મને બસ 'તુ' એક જ માઁ
રહ્યા ભલે એકબીજાથી કોસો દૂર આપડે
મનથી તો સાવ નજીક છીએ આપડે
રહુ ક્યાંંય પણ આ જગમાં
ઓળખે મને બસ 'તુ' એકજ માઁ

મળે છે હર કામમાંં પ્રેરણા મને તારા થકી
મળે છે બળ મારી પ્રગતિને તારી પ્રાર્થના થકી
માઁ ઓ મારી માઁ

નિસ્વાર્થ પ્રેમ અને અખૂટ પ્રોત્સાહનનો ખજાનો
તારો ખભો અને ખોળો જાણે દુખ-સુખનો સહારો
માઁ ઓ મારી માઁ

સહ્યા દુખ અસંંખ્ય તે મને હસાવવા
કેમે કરીને ચૂકવુ એ ઉપકાર તારા
માઁ ઓ મારી માઁ

બોલે તો બધા જ સમજે
પણ વિના બોલે તો તુ જ મને સમજે
માઁ ઓ મારી માઁ

નરી આઁઁખે ન દેખ્યા દેવી દેવતાને કદી
પણ એમની મૂર્તિમાંં દેખાય છે બસ તુ જ માઁઆઆ..
માઁ ઓ મારી માઁ

રહુ ક્યાંંય પણ આ જગમાં
ઓળખે મને બસ 'તુ' એકજ માઁ
રહ્યા ભલે એકબીજાથી કોસો દૂર આપડે
મનથી તો સાવ નજીક છીએ આપડે
રહુ ક્યાંંય પણ આ જગમાં
ઓળખે મને બસ 'તુ' એકજ માઁ
માઁ ઓ મારી માઁ.

- ધારાભટ્ટ-યેવલે

No comments:

Post a Comment