Friday, 16 June 2017

ગઝલ

આવી ગયાં છો આંગણે રંગો નવા ધરી,
જાણો હવેતો જાતને થોડી કલા ધરી.

ભાવી ગયા છો આંખને નવલા લિબાસમાં,
જીવી રહ્યાં છો કેટલી નૌખી અદા ધરી.

કીધી હ્રદયના ભાવથી જેની ઉપાસના,
રાખો હવેતો હેતની  દ્રષ્ટિ દયા ધરી.

રમતા થયેલાં જોઇલો સપના મિલન તમા,
સમજો જગેલી લાગણી મનની વફાધરી.

વીતી રહેલી આજની માસૂમ પળો હરખભરી,
તનહા પડેલી જાતને સાધો સદા ધરી.

                માસૂમ મોડાસવી

No comments:

Post a Comment