Wednesday, 7 June 2017

અછાંદસ

-: તારી યાદ :-
ગરમીની સૂકી બપોરમાં
ઠંડી હવા જેમ. ..
સમયે-કસમયે મનમાં
ઘુસણખોરી કરે
ખોવાયેલ બોલ શોધવા
અચાનક આવી ચડેલા
કોઈ નાના બાળક જેમ. ...
ગૃહકાર્યમાં મળેલ
ઘડિયા ના રટણ જેમ...
અધિકારપૂર્વક
મળવા બોલાવતી
અલ્લડ પ્રેયસી જેમ...
મડદાલ પંખીની
ટાય-ટાય જેમ. ..
ઘરના ખૂણામા બગડેલા
બેસૂરા વાજિંત્ર જેમ. ..
દરવખતે બદલતી રહેતી
ઇચ્છાઓ ના વિચાર જેમ. ..
ને પછી ઓગળી જતી
પાણીમાં મીઠા ની જેમ. ..
ક્યારેક ઉભરતી વાદળાંમાં
છબી જેમ. ..
ને ભીની રેતમા સરકતા
લખેલા નામની જેમ. ..

©હેમશીલા માહેશ્વરી "શીલ"

No comments:

Post a Comment