Wednesday, 7 June 2017

અછાંદસ

ક્યાંક વાત અટકી હશે
ને એ કદાચ ભટકી હશે.
દીવાલે ઘડિયાળ લટકી હશે
સમયે આવવાની વાત બટકી હશે.
છું આમતો પાસ એની
છતાં ક્યાંક એકલતા ખટકી હશે.
વિવાદ વળગે ના કદી મુજને
સહજતામાં થયેલી વાત કદાચ ભટકી હશે.
અંધારું કદાચ દેખાયું ના મુજને
એટલે જ કદાચ દીપ બની એ સળગી હશે.
ક્યાંક દોષ મુજ માં રહ્યો હશે "નીલ"
કઈ કેટલીય તું તું મૈં  મૈં પછીએ હરબાર છોડી ગુમાન એ વળગી હશે.
હોવાપણું મારુ ઘટે હર ક્ષણ જાણું
જયારે જયારે એ પલભર પણ જરા અળગી હશે.
       રચના: નિલેશ બગથરીયા
               "નીલ"

No comments:

Post a Comment