Wednesday, 7 June 2017

ગઝલ


પુસ્તક

પુસ્તકો બે ચાર સારાં રાખજે, બસ.
વાંચજે, બીજાને પણ વંચાવજે, બસ

એક લેખકનાં જીવનનું સંતરું છે,
પી જવાં એને નિચોવી નાખજે, બસ.

વાણી-વર્તનનો ઊગે ત્યાં મોલ મબલખ,
નવવિચારોનું બિયારણ વાવજે, બસ.

આવવાની ના નથી કહેતું સરોવર,
છે શરત કે તું તરસ લઇ આવજે, બસ.

ચાર પુસ્તક આપ કરિયાવરમાં,’મંથન’,
ને કહે, બે ખોરડાં દીપાવજે, બસ.
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment