હો... હુ તો શોધુ છુ મુક્તીનો માગઁ, અણગારી જીવન પ્યારૂ લાગે,
હો ઓ ઓ...કોઈ આપોને ઓઘો અણમોલ, અણગારી જીવન પ્યારૂ લાગે...
મનડાના મોહને પળમાં વળાવુ,
ગુરૂજીના વચનોને હૈયે વધાવુ,
હો ઓ ઓ...આ જીવતર...આ જીવતરતો ખારો ખારો સાર...
અણગારી જીવન પ્યારૂ લાગે...(હો...હૂ તો શોધુ...)
નજરૂની માયાને પળમાં ખપાવુ,
પ્રભુજીની મુતીઁને દીલમાં વસાવુ
હો ઓ ઓ...આ કમોઁનો...હો આ કમોઁનો લાગે હવે ભાર...
અણગારી જીવન પ્યારૂ લાગે...( હો...હુ તો શોધુ...)
કંચનની કાયાને તપથી કસાવુ,
મોક્ષના દ્વારને જ્ઞાનથી ખોલાવુ,
હો ઓ ઓ...આ સંયમનો ...આ સંયમનો રૂડો રૂડો માગઁ...
અણગારી જીવન પ્યારૂ લાગે...( હો...હુ તો શોધુ...)
...પુનીત સરખેડી
(એક નૂતન દિક્ષાથીઁની અનુમોદનામાં લખાયુ)
Friday, 16 June 2017
ગીત
Labels:
પુનીત સરખેડી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment