ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસી રહેલાં વરસાદને શમવા માટે દોહા સપ્તક દ્વારા એક પ્રાર્થના.....
*છંદ : તુંવેરી દોહા* *(સપ્તક)*
ખારો મેઘો ખાબકે, જોડે લેતો જાન,
લોકો ભૂલે ભાન, શાતા ધરજો શામળા ||૧||
છત્રી ઊડે છત ઉડે, મોભા ખોવે મેર,
કાળો વરસે કેર, શાતા ધરજો શામળા ||૨||
તાણે પાણી તંબુને, ઝબકે વિજળી ઝાળ,
પડતી ખેતર પાળ, શાતા ધરજો શામળા ||૩||
નાળા છલકે ને નદી, ઢોલ્યાં બનતાં ઢાલ,
હિબકે ચડતાં બાલ, શાતા ધરજો શામળા ||૪||
ગરજે મૃત્યુ ગામમાં, હોંકારે સૌ હાય,
વંટોળે છે વાય, શાતા ધરજો શામળા ||૫||
લક્ષો વિખરી લાશ છે, આંખે કરુણા આશ,
પડતી મેલો પાશ, શાતા ધરજો શામળા ||૬||
તાંડવ કેરું તાન છે, જોખમમાં છે જીવ,
શાતા ધરજો શીવ, શાતા ધરજો શામળા ||૭||
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
Saturday, 29 July 2017
દોહા
Labels:
ભાવીન દેસાઈ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment