Saturday, 29 July 2017

ગઝલ

પહેલાં પરથમ ધજાગરો કરશે
તારો  કક્કો પછી  ખરો કરશે

નાખી દઈને અગાધ સમદરમાં
कांठे રહીને 'તરો-તરો ' કરશે

હાથમાં  એક  ફૂલ  આપીને
આમથી તેમ બાવરો કરશે

લોક भांगी પડે તળેટીમાં
એટલા ઊંચા શિખરો કરશે

દાણે - દાણો દળી,ગૂન્દી-ટીપી
બાળી-ઝાળીને કરકરો કરશે

એના પગલાં તો કંકુ પગલાં છે
તારા પગમાં એ ઝામરો કરશે

           - ભરત ભટ્ટ

('એક પંડિતની પોથી' માંથી )

No comments:

Post a Comment