અહીંના લોક આગેકૂચને કબૂલે છે
ઝરણની વાતમાં વચ્ચે સમુદ્ર મૂકે છે
ડૂબાડે છે ખડક પોતે જ આખી નૌકાને
અને એમ જ પછી પોતે સળંગ ડૂબે છે
ઘણાં રૂપે અહીં પ્રત્યેક તથ્ય જીવે છે
અહીં પ્રત્યેક અફવા પણ અનેક રુપે છે
ખૂલે છે બારીઓ કેવળ અમારી आंखोनी
પરંતુ એમ ક્યાં મનના કમાડ ખૂલે છે
તમારા સંશયો ઓગાળતા શીખી જાઓ,
હે,પંડિતજી! અહીં પ્રત્યેક સ્થળ ભભૂકે છે
-ભરત ભટ્ટ
('' મીણના માર્ગ પર '' માંથી)
No comments:
Post a Comment