Monday, 17 July 2017

ગઝલ

છે આકાશે ઘેરાં વાદળ, મેઘ મુબારક
જાણે આભે આંજયું કાજળ, મેઘ મુબારક

શૈશવના કોમળ હાથોની એ જ ખૂબી છે
હોડી થઈને તરતો કાગળ, મેઘ મુબારક

બે પથ્થરની વચ્ચે કાલે નહોતું કંઈ પણ,
આજ વહે છે ઝરણું ખળખળ, મેઘ મુબારક

મારી જેમજ ખુશ થાતા વૃક્ષો, પંખીઓ,
હરખ કરું હું એની આગળ, મેઘ મુબારક

આભમહેલમાં કેદ થયો તો દરિયો આખો
આજ ખુલી ગઈ એની સાંકળ મેઘ મુબારક

*- ઉર્વીશ વસાવડા*

No comments:

Post a Comment