લાગણીઓને હૈયામાં , વાવીને બેઠો છું ,
ફૂટશે અંકૂર , એ આશ લગાવીને બેઠો છું .
નીકળશે એમાંથી ફૂલોથી લથબથ બની તું ,
ભીની મહેંકને અંતરમાં છુપાવીને બેઠો છું .
મન પતંગિયું બની કરે આજ ઊડાઊડ ,
ફૂલ થઇ ખીલે તું , આમ ચહીને બેઠો છું .
ચૂમવું છે મારે તારા મેઘધનુષિ આ મુખને ,
એટલે તો તને હું પાસ લઇને બેઠો છું .
ઝરણાઓ પણ હવે વહાવશે મધૂર સંગીત ,
એ આશાએ નાનકડી નાવ થઇને બેઠો છું .
આવ , હવે નહિ મળે મોકો ફરી ફરીને ,
યુગ યુગથી 'જશ' રાહ જોઇને બેઠો છું .
જશુ પટેલ
૧૮-૦૭-૨૦૧૭
અછાંદસ રચના
No comments:
Post a Comment