Tuesday, 18 July 2017

અછાંદસ

*કસોટી*

રસ્તાનો પથ્થર થઈ પડી હતી..
નજર શીલ્પીની પડી ...
ટાંકણે ટીચાઈને ઘડાવા લાગી..
સુંદર નમણી પ્રતિમા..નું રૂપ પામી...
દર્દ સહ્યા, માર સહ્યા, ત્યારે રૂપ નમણું મળ્યું..
માનવ ...તારે ...તો ..
નથી  ઘડાવું નથી ચડવું કસોટી એ ..
એમજ મળે સફળતા હાથમાં  તને?
કંચન ચડે એરણે
માટી ચડે ચાકડે
લોહ ટીપાય ધમણે
પથ્થર શીલ્પીને ટાંકણે
ચડવું પડે, આપવી પડે કસોટી ..
રૂપ નવું પામવા જ..
કસોટી ચડી રંગ નીખરે..
પામે નવું સ્વરુપ...
અરે રે ..મનવા શાને તું ગભરાઈ..
પરિક્ષા તારી સાથે, થશે હર સંબંધની,
પ્રેમને વિશ્ર્વાસની...
નિખરશે સૃષ્ટિને દ્રષ્ટિ તારી..
સાંચને ક્યાં આંચ આવે ?
તો ચલ ચડ તું પણ આજ આ..કસોટી પર..
આપ તારી માનવતાની સાબિતિ...
પાર ઉતરી ..સજીલે નવું રૂપ..

કાજલ
કિરણ પિયુષ શાહ
18/07/17

No comments:

Post a Comment