આ અરીસો કશું આજ છુપાવે છે
હકીકતને ક્યાંક અટકાવે છે.
ઘાયલ લાગે છે ગજબ નો
આંસુને સ્મિત બતાવે છે.
ટપકતું દર્દ વિસરાવે છે
નક્કી એ નિયતમાં આજ ખોટ લાવે છે.
ઘૂઘવતા નીર શાંત છે
ને આ ભરતીનો ભય બતાવે છે.
જેવું છે તેવું બતાવતો
આજ રંગ કંઈક જુદો બતાવે છે.
કા તો છે આઇનો જૂઠો "નીલ"
ને કા આ ખોળિયું ક્ષણે ક્ષણે મોહરા બદલાવે છે.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
No comments:
Post a Comment