મંદિરમાં પ્રભુ વ્યસ્ત હોય.
દિલ વહાલથી ભરચક હોય.
દર્શનમાં તારો સાદ હોય,
સંવેદનાનો ના અભાવ હોય.
જીંદગી છે મારી રાહ પર,
તારો સાથ અનમોલ હોય.
ધન દોલતની ન કોઇ વિશાત,
સ્નેહ તારો માલામાલ હોય.
નાની એવી આ જીંદગીમાં,
પ્રભુ તારો જ સાથ હોય.
પારસમણીનો સ્પર્શ થાય,
રુહાનાનો ફેરો સફળ હોય.
આરતીસોની રુહાના
No comments:
Post a Comment