*ગીત*
*મને ભીંજવે તારો વરસાદ*
ભૂલી શકું ના તને પળવાર....
મને ભીંજવે તારો વરસાદ.....(2)
આ પ્રેમ અઢી અક્ષરનો,
તારો મારો કરે મેળ ગજબનો,
મીઠાં ચુંબનનો લઈ આવ પરસાદ
મને ભીંજવે તારો વરસાદ.....(2)
આવ કુંજગલી મારી.....
રાહ જોવ હું થઈ બાવરી,
હૃદિયે થયો તારો વ્રજવાસ......
મને ભીંજવે તારો વરસાદ.....(2)
નિરખજે હૃદયની બેહાલી,
કેવી કઠોર છે આ પ્રિત નઠારી,
વરસી ગયો તું કેવો જોરદાર....
મને ભીંજવી ગયો તારો વરસાદ (2)
ભૂલી શકું ના તને પળવાર.....
મને ભીંજવે તારો વરસાદ.....(2)
કાજલ કાંજિયા 'ફિઝા'
20/7/2017
No comments:
Post a Comment