તારા વગર બધું સુનું લાગે છે,
તને શું આ બધું ખોટું લાગે છે.
છે શંકા પ્રેમ પર મારા તો બોલ,
હદય મારુ બહુ ઝખ્મી લાગે છે.
માન્યું તું છે અપ્સરા સ્વર્ગ ની,
તોયે ક્યારેક તું પથ્થર લાગે છે.
વહાવી દઉં છું અશ્રુઓ ને એ રીતે,
જોનાર ને તો બસ પાણી લાગે છે.
ન મળે એક પણ મોકો મળવાનો,
યુગો જેવો એ દિવસ લાંબો લાગે છે.
છે તારી જ ચર્ચા દિલ અને દિમાગ માં,
બન્ને માં તારી જાણે હયાતી લાગે છે.
ઇન્તજાર બની ને રહી ગયો છેવટે,
'ધર્મ' ખોટી રાહ નો રાહી લાગે છે.
~ધર્મેન્દ્ર સોલંકી.
૧૨:૩૨, ૧૪/૦૭/૧૭
No comments:
Post a Comment